Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

અભિષેક બેનર્જી હથોડા ત્યાગીના ખુંખાર રોલમાં

અમેઝોન પ્રાઇમ વિડીયો દ્વારા ઓરિજિનલ વેબ સિરીઝ પાતાલ લોક આવી રહી છે. આ સિરીઝના એક પછી એક ટીઝર સામે આવી રહ્યા છે અને સાથો સાથ તેના પાત્રોના લૂક અને નામ પણ જાહેર થઇ રહ્યા છે. અનુષ્કા શર્મા નિર્મિત આ સિરીઝમાં જયદીપ અહલાવત હાથીરામ ચોૈધરીનો મુખ્ય રોલ નિભાવી રહ્યો છે. તેનો લૂક સામે આવ્યો હતો. હવે આ સિરીઝમાં વિશાલ ત્યાગી ઉર્ફ હથોડા ત્યાગીનો લૂક સામે આવ્યો છે. વિશાલ ત્યાગી સિરીઝમાં અસ્થિર, નિર્મમ સિરિયલ કિલરનો રોલ નિભાવી રહ્યો છે. આ પાત્ર અભિનેતા અભિષેક બેનર્જી નિભાવી રહ્યો છે. નિર્માતાનો દાવો છે કે આ પાત્ર દર્શકોના રૃંવાડા ઉભા કરી દે તેવું છે. તે ખુબ જ ડરામણું છે. નિર્માતા સુદિપ શર્માની આ સિરીઝ પંદરમી મેથી ઓનએર થઇ રહી છે. પાતાલ લોક હોલીવૂડ, બોલીવૂડના હજારો ટીવી શો અને ફિલ્મોમાં સામેલ થશે. જેમાં ભારતીય નિર્મિત અમેઝોન શ્રુંખલા પણ સામેલ છે. અભિષેક નોક આઉટ, પરી, કલંક, ટોઇલેટ-એક પ્રેમકથા, બજાતે રહો, રંગ દે બસંતી, સ્ત્રી, મિરઝાપુર, બાલા, મેડ ઇન ચાઇના સહિતની ફિલ્મો કરી ચુકયો છે. 

(10:12 am IST)