Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

મારે હવે કોઇ ચિંતા કરવાની જરૂર નથીઃ જૈકલીન ફર્નાન્ડીઝ

જૈકલીન ફર્નાન્ડીઝ એવી અભિનેત્રી છે જેની પરદા પરની હાજરી મનમોહક બની રહે છે. દર્શકો તેને જોઇને સતત મંત્રમુગ્ધ થતાં રહે છે. તેના વ્યકિતત્વ અને આકર્ષક સ્વભાવનું સંયોજન તેને બોલીવૂડમાં સતત ચર્ચામાં રાખે છે. જૈકલીન હાલમાં તેની ડિજીટલ પ્લેટફોર્મ પરની ફિલ્મ 'મિસિસ સિરિયલ કિલર'ને કારણે ખુબ ચર્ચામાં છે. જૈકલીને કહ્યું હતું કે હવે હું એ જગ્યાએ પહોંચી ગઇ છું જ્યાં મારે કોઇ બાબતની ચિંતા કરવાની નથી. મને એવો અહેસાસ થયો હતો કે જો હું પાત્રો સાથે પ્રયોગ નહિ કરું તો કદી આગળ વધી શકીશ નહિ. બદલાવ હમેંશા પડકારજનક જ હોય છે. કારણ કે તમે ત્યારે જાણતા નથી હોતા કે તમારી ચાલ સાચી સાબિત થશે કે નહિ? પણ મિસિસ સિરિયલ કિલરને હું મારી કારકિર્દીના આગલા અધ્યાયની શરૂઆત ગણી રહી છું. આ ફિલ્મમાં જૈકલીને જબરદસ્ત અભિનય કર્યો છે. તે દર્શાવે છે કે અભિનય કોૈશલ્ય ખિલવવાની દિશામાં તે ગંભીર બની છે. નેટફિલકસ પરની આ ફિલ્મનું નિર્માણ ફરાહખાને અને નિર્દેશન તેના પતિ શિરીષ કુંદરે કર્યુ છે.

(10:12 am IST)