Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

બાળકો સાથે એન્જોય કરતી ગૌરીને શાહરૂખે કહ્યું, માં તુજે સલામ

મંબઇ, તા. ૬ : ગૌરી ખાને સન્ડે બાળકો સાથે વિતાવ્યો હતો, જેને જોઇને શાહરૂખ ખાને તેને કહ્યું, 'માં તુઝે સલામ' કરણ જોહરના બાળકો યશ અને રૂહી સાથે જ દીકરા અબરામ સાથે ગૌરીએ રવિવારનો દિવસ વિતાવ્યો હતો. આબરામ મમ્મી ગૌરીના ખોળામાં બેઠો છે. આ બાળકો સાથેનો ફોટો ટવિટર પર શેર કરીને ગૌરીએ ટવીટ કર્યું હતું. 'ત્રણ મસ્તીખોર બાળકો સાથે સમય પસાર કરી રહી છે.' ગૌરીના આ ફોટો પર શાહરૂખે કમેન્ટ કરી હતી, 'માં તુઝે સલામ.'

(4:04 pm IST)