Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2024

63 વર્ષે પણ ફિટનેસ અને સૌંદર્યના ચાર ચાંદ લગાવતી અભિનેત્રી સંગીતા બિજલાણી

એરપોર્ટ ઉપર વ્‍હાઇટ શર્ટ અને સ્‍ટાઇલીશ ટોપ અને બ્‍લુ ડેનિમ સાથે જોવા મળી

મુંબઈ: બોલીવુડમાં 50 વર્ષે મલાઈકા અરોરાની ફિટનેસ જોઈને લોકો મોઢામાં આંગળા નાંખી જાય છે. પરંતુ એક અન્ય અભિનેત્રી એવી છે જે 63 વર્ષે પણ તમને 25 વર્ષની જુવાનજોધ યુવતી લાગે. આ અભિનેત્રીને જોઈને કોઈ ન કહી શકે કે તેની ઉંમર 63 વર્ષ હશે. હાલમાં જ આ અભિનેત્રી એરપોર્ટ પર જોવા મળી અને તેના લૂકે બધાના મન જીતી લીધા. એવરગ્રીન બ્યૂટી એવી આ અભિનેત્રીની ફિટનેસ તેના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવે છે. એરપોર્ટ પર અભિનેત્રીએ પાપરાઝીને ખુબ પોઝ આપ્યા અને કાતિલ અદાઓથી બધાને ખુશ કરી દીધા.

90ના દાયકામાં પોતાના શાનદાર અભિનય અને સુંદરતાથી રૂપેરી પડદે કહેર મચાવી ચૂકેલી આ અભિનેત્રી છે સંગીતા બિજલાણી. હાલમાં જ સંગીતા એરપોર્ટ પર જોવા મળી. આ દરમિયાન સંગીતાએ પોતાની ઉંમરને માત આપતા લૂકથી બધાને ઈમ્પ્રેસ કરી દીધા. 63 વર્ષે પણ સંગીતા ગજબની સુંદર અને સ્ટાઈલિશ લાગતી હતી.

પોતાની સુંદરતા અને સદાબહાર સ્ટાઈલીશ લૂક માટે જાણીતી સંગીતા બિજલાણી એરપોર્ટ પર વ્હાઈટ શર્ટ અને સ્ટાઈલીશ ટોપ તથા બ્લૂ ડેનિમ સાથે જોવા મળી. આ સુંદર વ્હાઈટ ટોપ સાથે બેલ્ટ લગાવીને તેણે સ્ટાઈલિશ અંદાજ આપ્યો હતો. આ સ્ટાઈલિશ છતાં એલિગંટ લૂક સાથે સંગીતાએ સફેદ રંગના સ્નિકર્સ પહેર્યા હતા.

સંગીતા બિજલાણીના વાળ ખુલ્લા હતા અને હળવા કર્લ કરવામાં આવ્યા હતા. બ્લેક ગોગલ્સમાં તે ખુબ સ્ટાઈલિશ લાગતી હતી. ન્યૂડ શેડ લિપસ્ટિક સાથે તેણે લૂક કમ્પ્લિટ કર્યો.

સંગીતાએ એક હાથમાં કાળા રંગની પટ્ટી પહેરી હતી. આમ છતાં તેણે પાપરાઝીઓને ખુબ પોઝ આપ્યા. તેની અદાઓ જોઈને ફેન્સ પણ દિવાના થઈ ગયા. સંગીતા બિજલાણી 63 વર્ષે પણ એકદમ ફીટ છે. ફિટનેસ, સ્ટાઈલ, સુંદરતા અને ફેશન સેન્સ મામલે તે અત્યારે પણ અનેક યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે.

9 જુલાઈ 1960ના રોજ જન્મેલી સંગીતા બિજલાણી એક મોડલ, અભિનેત્રી અને બ્યૂટી પેજન્ટ ટાઈટલ હોલ્ડર છે. તેણે 1980માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો અને ભારતને મિસ યુનિવર્સ પેજન્ટમાં રિપ્રેઝન્ટ કર્યું હતું. ત્યારબાદ મોડલિંગની દુનિયામાં તેણે ડગ માંડ્યા હતા અને 1988માં આવેલી ફિલ્મ કાતિલથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.  

(5:03 pm IST)