Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

એક મહિના સુધી સખત તાલિમ લઇ પાત્ર ભજવ્યું પામેલાએ

બંગાળી અભિનેત્રી પામેલાસિંહ ભુટોરીયા હાલમાં સ્ટાર પ્લસના પહેલા  એકશન થ્રિલર શો રૂદ્રકાલમાં પોલીસ ઇન્સ્પેકટરનો રોલ ભજવી રહી છે. આ રોલને કારણે તે ખુબ ખુશ છે. પામેલાએ આ હિન્દી શો કર્યો એ પહેલા તે વિદ્યા બાલન સાથે ફિલ્મ કહાનીમાં પણ કામ કરી ચુકી છે.  રૂદ્રકાલ સિરીયલમાં પામેલાસિંહ ભુટોરીયાએ મીરા બાસુ નામના પોલીસ ઇન્સ્પેકટરના રોલમાં છે. બંગાળી ફિલ્મો કરી ચુકેલી પામેલાએ સાઉથની અનેક ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. રૂદ્રકાલ ઓછા લિમિટેડ એપિસોડ સાથેની સિરીયલ હોવાથી અને પાછી હિન્દી સિરીયલ હોવાથી તેમાં કામ કરવાની તેણે હા પાડી હતી. પામેલા કહે છે રૂદ્રકાલમાં ઇન્સ્પેકટ્રનો રોલ ભજવવાનો હોવાથી મારે ખાસ મહેનત કરવી પડી છે. આ માટે મેં એક મહિનો સખત તાલિમ પણ લીધી હતી અને આશરે ચોૈદ કિલો જેટલુ વજન પણ ઉતારવું પડ્યું હતું. આ તાલિમ સાચા પોલીસ અધિકારીઓને અપાય તેવી જ હતી. સવારના છથી સાંજના આઠ સુધી શારીરિક તાલિમ અપાતી હતી. જેના કારણે શરીરનું વજન ઘટ્યું અને આંખ નીચે જામેલા ચરબીના થર પણ ગાયબ થઇ ગયા હતાં.

(10:37 am IST)