Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ 'સૂર્યવંશી'નો ફર્સ્ટલુક રિલીઝ

મુંબઈ:અક્ષય કુમારની આવનારી ફિલ્મ સૂર્યવંશીનો ફર્સ્ટલુક રિલીઝ થઈ ગયો છે. અક્ષય કુમાર એકવાર ફરીથી ઝાંબાઝ પોલીસ ઓફિસરના રોલમાં અને ખતરનાક અંદાજમાં પોસ્ટરમાં નજર આવી રહ્યા છે. ‘સિંઘમ’, ‘સિમ્બા’ જેવી પોલીસ ઓફિસર પર બનેલી સુપરહિટ ફિલ્મો આપનાર રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનવા જઈ રહેલી ફિલ્મ ‘સૂર્યવંશી’માં સાથે કામ કરશે. દિલચસ્પ વાત એ છે કે અક્ષય કુમારની આ એક્શન ફિલ્મ ઈદના મોકા પર 2020માં રિલીઝ કરવામાં આવશે. રોહિત શેટ્ટી મોટાભાગે અજય દેવગનને લઈને ફિલ્મો બનાવે છે. પહેલીવાર અક્ષય સાથે કામ કરશે. આપને જણાવી દઈએ કે ફિલ્મ સિમ્બા દરમિયાન આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી.સિમ્બા ફિલ્મમાં અક્ષયની ઝલક બતાવવામાં આવી હતી. સિમ્બાને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે કેટલાક રેકોર્ડ સ્થાપિત કર્યા છે તો 2018ની બ્લોકબાસ્ટર ફિલ્મ બની હતી. રોહિત શેટ્ટીએ દિલવાલે, સિંઘમ, ચેન્નઇ એક્સપ્રેસ, ગોલમાલ સિરીઝ, બોલ બચ્ચન, ઓલ ધ બેસ્ટ જેવી ફિલ્મો આપી છે. અક્ષય કુમાર પહેલા પણ રાઉડી રાઠૌરમાં પોલીસ ઓફિસરનો રોલ નિભાવી ચુક્યા છે. અને ફિલ્મ સુપર હિટ ગઈ હતી. ‘સિંઘમ’, ‘સિમ્બા’ જેવી ફિલ્મો આપનાર રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’નું શૂટિંગ મે મહિનાથી શરૂ થવાનું છે. આ ફિલ્મને લઈને અત્યારથીજ ખુબજ આતુરતા સેવાઈ રહી છે. આ ફિલ્મની રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મના પ્રોડ્યુસરની લાઈન ખુબજ લાંબી છે. ફિલ્મને હીરૂ યશ જૌહર, અરૂણા ભાટિયા, કરણ જૌહર, અપૂર્વા મહેતા અને રોહિત શેટ્ટી પ્રોડ્યુસ કરી રહ્યા છે. અક્ષય કુમાર ‘સૂર્યવંશી’ ફિલ્મમાં ફરી એકવાર પોલીસ ઓફિસરના રોલમાં જબરદસ્ત એક્શન અવતારમાં દેખાશે. દર્શકોને ખબર જ હશે કે રોહિત શેટ્ટી તેની ફિલ્મોમા કોમેડી અને એક્શનને ખુબજ મહત્વ આપે છે. રોહિતની દરેક ફિલ્મોમાં ખુબજ મનોરંજન હોય છે. આથી એક્શનના શોખિનોને તેની ફિલ્મો ખુબજ પસંદ પડે છે.

(4:54 pm IST)