Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

અલાયા ફર્નિચરવાલા બનશે સૈફઅલી ખાનની ઓનસ્ક્રીન દિકરી

મુંબઇ તા. ૬: બોલીવૂડમાં એન્ટ્રી કર્યા પહેલા જ અલાયા ફર્નિચરવાલાએ ઇન્ટરનેટ પર સનસની ફેલાવી દીધી છે. હવે આ યુવા અભિનેત્રી મોટા પરદે સૈફઅલી ખાનની દિકરીનો રોલ નિભાવશે. અલાયા સોશિયલ મિડીયા પર સતત સિજલીંગ તસ્વીરો પોસ્ટ કરીને ચર્ચા જગાવતી રહે છે. અલાયાએ કહ્યું હતું કે હું ખુબ જ ઉત્સાહિત છું. હું ખુશ એટલા માટે છું કે હું એવા સમયે બોલીવૂડમાં આવી રહી છુ જ્યારે અહિ અભિનેત્રીઓ માટે કામ કરવાની ખુબ મોટી તક છે.જ્હાન્વી અને સારાએ ગયા વર્ષે શરૂઆત કરી હતી. અનન્યા, હું અને બીજા નવા કલાકારો આ વર્ષે બોલીવૂડમાં એન્ટ્રી કરશે. હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિભીન્ન પ્રકારની ફિલ્મો બની રહી છે જે રોમાંચક છે.  નવા કલાકારોને પણ આ જુદા-જુદા જોનરમાં હાથ અજમાવવાની તક મળી રહી છે.

સૈફ અલી ખાનની દિકરીની ભૂમિકા નિભાવવા બાબતે અલાયા કહે છે કે હું સૈફ અલી ખાનની દિકરીનો રોલ ચોક્કસ નિભાવી રહી છું પણ એ અસલી જિંદગીની સારાનો રોલ નથી. હું જે પાત્ર ભજવી રહી છું તે મારી અસલી જિંદગી જેવુ છે. મારા વાસ્તવીક જીવનની થોડી ઝલક પણ આ ફિલ્મમાં મળશે. સૈફની દિકરીના રોલ સાથે મારી શરૂઆત મને વધુ ઉત્સાહિત કરી રહી છે.  અલાયા અભિનેત્રી પૂજા બેદીની દિકરી છે. જેથી અભિનય તેને વારસામાં મળ્યો છે.

(4:02 pm IST)