Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

પ્રભાવશાળી સ્ક્રિપ્ટની રાહમાં છે રાની મુખર્જી

રાની મુખર્જી લાંબા સમય પછી હિચકી ફિલ્મથી ફરી ફિલ્મી પરદે આવી રહી છે. આ ફિલ્મમાં તે બિમારીથી પિડીત એવી શિક્ષીકાના રોલમાં છે જે બાળકોની દુનિયા બદલવા ઇચ્છે છે. આ ફિલ્મ પછી તે ફરીથી મર્દાના અવતારમાં જોવા મળશે. ૨૦૧૪માં તેણે મર્દાની ફિલ્મમાં પોલીસ ઓફિસરનો રોલ નિભાવ્યો હતો અને બાળ તસ્કરી કરતી ગેંગ સામે બાથ ભડી હતી. દર્શકોને તેનો આ અંદાજ ગમ્યો હતો. હવે મર્દાની-૨માં પણ રાની કામ કરવા તૈયાર છે. જો કે રાનીએ કહ્યું હતું કે માત્ર સિકવલ બનાવવા ખાતર બને અને હું કામ કરુ એવું નથી કરવું. ખાસ પ્રભાવશાળી સ્ક્રિપ્ટની હું રાહ જોઇ રહી છું. સિકવલ માટે જોરદાર સ્ક્રિપ્ટ જરૂરી છે. રાની હવે એક પછી એક ધમાકેદાર ફિલ્મો આપવાના મૂડમાં છે. તેની હિચકી ૨૩મીએ રિલીઝ થશે.

(10:17 am IST)