Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ઋચા અને અદિતી ફરીથી દેખાડશે બોલ્ડનેસ

નિર્દેશક સુધીર મિશ્રાની ફિલ્મ 'દાસદેવ'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેમાં બંને અભિનેત્રી ઋચા ચઢ્ઢા અને અદિતી રાવ હૈદરી પારો તથા ચંદ્રમુખી-ચાંદની બનીને ફરી બોલ્ડનેસ બતાવશે. આ બંને અગાઉ પણ અંતરંગ દ્રશ્યો આપી ચુકી છે. આ ફિલ્મમાં રાહુલ ભટ્ટ મુખ્ય રોલમાં છે. ફિલ્મમાં અનુરાગ કશ્યપ, સોૈરભ શુકલા જેવા કલાકારો પણ છે. પદ્દમાવતમાં અલાઉદ્દિન ખિલીજીની પત્નિનો રોલ નિભાવનાર અદિતી અલગ જ રોલમાં જોવા મળશે. આ ફિલ્મની કહાની દેવદાસ જેવી રોમાન્ટીક નથી. દાસ દેવમાં રાજકારણ, બોલ્ડનેસ અને એકશન એવું બધુ જ છે. ફિલ્મમાં હીરો પ્રેમમાં બરબાદ થવાને બદલે અલગ જ રસ્તો પસંદ કરતો જોવા મળશે. ૨૩મી માર્ચના રોજ આ ફિલ્મ રિલીઝ થશે.

(10:17 am IST)