Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મનું નામ ‘સ્ટ્રીટ ડાંસર’

મુંબઈ:વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘એબીસીડી’ના ત્રીજા સીક્વલનું નામ, પહેલો લૂક અને ફિલ્મની રિલીઝ ડેટ જાહેર થઈ છે. રેમો ડિસૂઝાના ડાયરેક્શન હેઠળની આ ફિલ્મનું નામ ‘સ્ટ્રીટ ડાંસર’ છે. શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન સિવાય આ ફિલ્મમાં પ્રભુદેવા અને નોરા ફતેહી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તમને બતાવી દઈએ કે પંજાબમાં વરુણે આ ફિલ્મની શૂટિંગ શરૂ કરી છે અને વરુણ, શ્રદ્ધા અને રોમો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના પહેલા લૂકની પોસ્ટ પણ ફેન્સ સાથે શેર કરી છે. ઉપરાંત આ પોસ્ટ સાથે ફિલ્મની રિલીઝ ડેટ 8 નવેમ્બર 2019ની માહિતી પણ આપી છે. નોંધનીય છે કે શ્રદ્ધા અને વરુણ એબીસીડી 1 અને 2નો હિસ્સો હતા. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ઘણો સારો બિઝનેસ કર્યો હતો અને હીટ રહી હતી. ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને લિજેલ ડિસૂઝા આ ફિલ્મના પ્રોડ્યૂસર છે. ફિલ્મનો પહેલો લૂક ઘણો શાનદાર છે. જેમાં ‘રૂલ બ્રેકર’ શબ્દ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા ફિલ્મના હિરો વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં ‘સ્ટ્રીટ ડાંસર’ના ડાયરેક્ટર રેમો ડિસૂઝા અને પ્રોડ્યૂસર ભૂષણ કુમાર સાથે તેઓ નજરે આવ્યા હતા.

(5:16 pm IST)