Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

નવાજુદ્દિન સાથે 'ફોટોગ્રાફ'માં સાન્યાનો ગુજરાતી યુવતિનો રોલ

મુળ પંજાબી પરિવારમાં જન્મેલી સાન્યા ગુજરાતી શીખવા લઇ રહી છે ખાસ તાલિમ

મુંબઇ તા. ૬: નિર્દેશક રિતેશ બત્રાની ફિલ્મ 'ફોટોગ્રાફ' સતત ચર્ચામાં છે. આ ફિલ્મમાં નવાજુદ્દિન સિદ્દીકી અને સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે. આ અનોખી જોડી પહેલી વખત એક સાથે કામ કરી રહી છે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા ગુજરાતી છોકરીના રોલમાં છે. સાન્યા અસલી જિંદગીમાં પંજાબી પરિવારની છે અને દિલ્હીમાં મોટી થઇ છે. ફિલ્મ ફોટોગ્રામમાં ગુજરાતી યુવતિના રોલ માટે તેણે આ ભાષાનું જ્ઞાન મેળવવાનું શરૂ કર્યુ છે.

ગુજરાતી બોલચાલ અને હાવભાવ ઉભા કરવા સાન્યા ખાસ તાલિમ લઇ રહી છે. તે પોતાનું પાત્ર ખુબ સારી રીતે નિભાવવા માટે સખ્ત મહેનત કરી રહી છે. ફિલ્મની કહાનીની પૃષ્ઠભુમિ મુંબઇની ધારાવીમાં સ્થાપિત છે. ધ લંચબોકસ જેવી સફળ ફિલ્મ આપી ચુકેલા નિર્દેશક રિતેશ ફરી એક વખત નવાજુદ્દિન સાથે કામ કરી રહ્યા છે. સાન્યા છેલ્લે બ્લોકબસ્ટર ફિલ્મ 'બધાઇ હો'માં જોવા મળી હતી. ફોટોગ્રાફમાં તે અંતર્મુખી કોલેજ કન્યાના રોલમાં જોવા મળશે, જે ભણવામાં સતત પહેલા ક્રમે આવે છે. રિતેશ બત્રા દ્વારા લિખિત અને નિર્દેશીત આ ફિલ્મ અમેઝન સ્ટડિસ દ્વારા ધ મેચ ફેકટરી સાથે મળીને બનાવાઇ રહી છે. ૮ માર્ચના રોજ રિલીઝ થશે. (૧૪.૫)

(11:32 am IST)