Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

અમ્રિતસરની યાદોને તાજી કરી કપિલ શર્માને મનમોહન સિંહે

કપિલ શર્માએ ગઇકાલે જ ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહ સાથે મુલાકાત કરી હતી. તેમણે આ મુલાકાત દરમ્યાન અમ્રિતસરને લઇને ઘણી ચર્ચા કરી હતી. મનમોહન સિંહ અને તેમની પત્ની સાથેનો ફોટો શેર કરતા કપિલે ટ્વીટ કર્યું હતું કે 'માનનીય મનમોહન સિંહે મારી ખૂબ જ આગતા-સ્વાગતા કરી હતી અન તેમણે અમ્રિતસરને લઇને મારી સાથે દિલથી જે વાતો કરી હતી એ માટે હું તેમનો આભાર માનું છું. ખાસ કરીને તેમણે અમારી કોલેજ અને ભોજનને લઇને ખૂબ જ વાતો કરી હતી. તમારા જેવા સિમ્પલ વ્યકિત અને નેતાને મળવાનો અને મેડમ પાસેથી આશિર્વાદ મેળવવાનો મને ખૂબ જ ગર્વ છે.' (૮.પ)

(11:31 am IST)