Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ગલ્લી બોયની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ચાહકો

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલ્લી બોયની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ મુંબઇના ઝૂપડપટ્ટી એરિયામાં થયું છે. આ ફિલ્મમાં રણવીર અને આલિયા ઝૂપડપટ્ટીમાં રહેતાં યુવક-યુવતિના રોલમાં છે. રણવીરસિંહના પિતા ડ્રાઇવર છે, પણ રણવીર સિંહ બીજા યુવાનોની જેમ રૈપર (ગાયક) બનવા ઇચ્છે. પિતા તેના આ કામના વિરોધી છે. પરંતુ રણવીર કઇ રીતે પોતાની મહેનતથી રૈપર બને છે તે ફિલ્મમાં દેખાડાયું છે. આલિયા તેની ગર્લફ્રેન્ડના રોલમાં છે. આ ફિલ્મમાં રિયાલીટી લાવવા માટે રણવીર અને આલિયા સતત પચ્ચીસ દિવસ સુધી ઝુપડપટ્ટી વિસ્તારમાં રહ્યા હતાં અને શુટીંગ કર્યુ હતું. ફિલ્મનું ટ્રેલર જબરદસ્ત હિટ થયું છે. ફિલ્મનું ગીત અપના ટાઇમ આયેગા અને અસલી હિપ હોપ પણ ધૂમ મચાવી રહ્યા છે. કલ્કી કોચલીન અને સિધ્ધાંત ચતુર્વેદી પણ ખાસ રોલમાં છે.

(10:06 am IST)