Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

તાપસીએ 'મિશન મંગલ'નું પોતાનું શુટીંગ કર્યુ પુરૂ

બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારની આ વર્ષે પાંચ ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાંથી એક મિશન મંગલ છે. અક્ષય સાથે આ ફિલ્મમાં સૂરમા, મનમર્જિયા અને મુલ્ક જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી તાપસી પન્નુ પણ છે. તાપસી પન્નુએ મિશન મંગલ માટેનું પોતાના ભાગનું શુટીંગ પુરૂ કરી લીધુ છે. આ ફિલ્મનો પોતાનો લૂક પણ તાપાસીએ સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો છે. ફિલ્મમાં તાપસીના પાત્રનું નામ કૃતિકા અગ્રવાલ છે. તેણે તસ્વીર પોસ્ટ કરવાની સાથે લખ્યું હતું કે વધુ એક ખુબસુરત સફરનો અંત આવ્યો છે. હું શુટીંગની એ ક્ષણોને હમેંશા યાદ રાખીશે. આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત વિદ્યાબાલન, સોનાક્ષી સિન્હા, કિર્તી કુલ્હારી, શરમન જોષી અને નિત્યા મેનન પણ છે. આર. બાલ્કી પ્રોડકશનની આ ફિલ્મ મહિલા સશકિતકરણ પર આધારીત છે. આ ભારતી પહેલી અંતરિક્ષ ફિલ્મ હોવાનું કહેવાય છે. મંગળયાન મિશનમાં મહિલાઓના યોગદાનની કહાની આ ફિલ્મમાં જોવા મળશે. ૧૫મી ઓગષ્ટે આ ફિલ્મ રિલીઝ થશે.

 

 

(10:06 am IST)