Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

રાગીની...માં હશે ડબલ મજા અને સજાઃ સની

બોલીવૂડની હોટ-હોટ અભિનેત્રી સની લિયોની ફરીથી એકતા કપૂરની હોરર-થ્રિલર વેબ સીરિઝ 'રાગીની એમએમએસ-રિટર્ન્સ-૨'માં જોવા મળવાની છે. આ વેબ સીરિઝ માટે સની લિયોની પર એક ગીત ફિલ્માવાયું છે. હેલ્લો જી...નામનું આ ગીત રિલીઝ થઇ ગયું છે અને દર્શકોને ખુબ ગમ્યું છે. આ સીરિઝનું એક પોસ્ટર પણ સામે આવ્યું છે. જેમાં મુખ્ય અભિનેતા દિવ્યા અગ્રવાલ અને વરૂણ સૂદ સાથે સની લિયોની પણ ખુબસૂરત અદામાં દેખાય છે. તો સાથો સાથ આ પોસ્ટરમાં બોલ્ડનેસ અને હોરર પણ છે. કપલની પાછળ એક ડરામણી સ્ત્રીનું દ્રશ્ય જોવા મળે છે. સનીએ આ પોસ્ટર પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યુ હતું. તેણે સાથે કેપ્શન લખ્યું છે કે-રાગીની એમએમએસ રિટર્ન્સ-૨માં મળશે ડબલ મજા અને સજાઉ દિવ્યા અને વરૂણ સાથે હું આવી રહી છું-ચમક, ધમક અને વધુ નમક સાથે. શું તમે હોરર અનુભવ માટે તૈયાર છો?...સીરિઝમાં હમેંશાની મુજબ હોરર સાથે સેકસી અંતરંગ દ્રશ્યોની પણ ભરમાર અચુક હશે. અઢારમી ડિસેમ્બરથી સીરિઝ શરૂ થશે.

(10:07 am IST)