Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

2.0એ તોડ્યો બાહુબલીનો રેકોર્ડ:માત્ર 6 દિવસમાં કર્યુ 120 કરોડનું કલેક્શન:રજનીકાંત અને અક્ષય કુમારે સર્જ્યો રેકોર્ડ

ફિલ્મના હિન્દી વર્ઝને 6 દિવસમાં 122.50 મિલિયન કમાણી કરી

મુંબઈ :સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ 2.0ની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મનાં હિન્દી વર્ઝનના આંકડા સામે આવ્યા છે. જેમા બાહુબલી ધ બિગનિંગ ફિલ્મનો રેકોર્ડ તુટ્યો છે.

   ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શેના ટ્વીટ મુજબ, ફિલ્મના હિન્દી વર્ઝને 6 દિવસમાં 122.50 મિલિયન કમાણી કરી છે. ફિલ્મે પહેલા જ દિવસે એટલે કે ગુરુવારે રૂ. 20 કરોડ 25 લાખ રુપિયા, શુક્રવારે 18 કરોડ, શનિવારે 25 કરોડ અને રવિવારે 34 કરોડની કમાણી કરી છે અને સોમવારે 13.75 કરોડ, મંગળવારે 11.50 કરોડનો આંકડો સામે આવ્યો છે.

   બાહુબલી ફિલ્મનું કલેક્શન 117 કરોડ હતુ. 2.0ને રિલીઝ થયાને 6 દિવસમાં જ બાહુબલી-1ના કલેક્શનની બરાબરી કરી છે.

   પહેલા દિવસે 100 કરોડની કમાણી કરી છે. દેશ-વિદેશમાં અનેક ભાષાઓમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી

  2.0 એ ફિલ્મ રોબોટની સિક્વલ છે. આ ફિલ્મ ટેકનીકી રીતે ખૂબ મજબૂત છે. તેનું નિર્દેશિત એસ શંકરે કરી છે. ફિલ્મનું વિઝ્યુઅલ ટ્રીટની કમાલ બતાવવામાં આવી રહી છે. ફિલ્મમાં વીએફએક્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. રોબોટ રોમાન્સ 2.0 માં પુષ્કળ એક્શન સાથે રોબોટ રોમાન્સ પણ બતાવવામાં આવ્યો છે. એકટ્રેસ એમી જેક્સન ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.

(12:32 am IST)