Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ફિલ્મ સિમ્બા ભારતીય માર્વેલ એક્શન જેવી છે: રોહિત શેટ્ટી

મુંબઈ:એેકસો કરોડની ફિલ્મોની ક્લબના સ્થાપક મનાતા ટોચના ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીએ એવો દાવો કર્યો હતો કે અમારી ફિલ્મ સિમ્બા ભારતીય માર્વેલ એક્શન જેવી બની છે.સોમવારે આ ફિલ્મના ટ્રેલર રિલિઝ પ્રસંગે નિર્માતા કરણ જોહર અને કલાકારોની હાજરીમાં રોહિતે કહ્યું હતું કે ખૂબ હળવા શબ્દોમાં કહું તો આ ભારતીય સુપરમેન ટાઇપની એક્શન ફિલ્મ છે. આબાલવૃદ્ધ તમામ દર્શકોને ગમે એવી રીતે અમે બનાવી છે. એમાં એવું કોઇ દ્રશ્ય નથી કે સહકુટુંબ સાથે બેસીને ન જોઇ શકે.તેણે ઉમેર્યું હતું કે ફિલ્મના ક્લાયમેન્સમાં અજય દેવગણનો સિંઘમ જે રીતે રજૂ થાય છે એ ફિલ્મમાં મરીમસાલો ઉમેર્યા જેવું બન્યું છે. અજયનો આ ફિલ્મમાં માત્ર કેમિયો છે પરંતુ એ દર્શકો સહેલાઇથી ભૂલી નહીં શકે એવો બન્યો છે. સિમ્બા અને બાજીરાવ સિંઘમ બંને પરદા પર ભેગા થાય ત્યારે દર્શકો તાળીનો ગડગડાટ કરવા ઉપરાંત સિસોટી વગાડશે એ તમે નોંધી રાખો.  'હું જરાય અતિશયોક્તિ કે  અહંકાર વિના કહું છું કે સિમ્બા દેશી માર્વેલ યુનિવર્સલ ટાઇપની ફિલ્મ બની છે. આ ફિલ્મ જોનારા દરેકે મને કહ્યું કે આ તમારી અત્યાર સુધીની તમામ ફિલ્મોમાં બેસ્ટ ફિલ્મ છે. હવે નિર્ણય દર્શકોના હાથમાં છે.

 

(5:11 pm IST)