Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

કપિલ શર્માના લગ્નના રસ્મો થઇ શરૂ

મુંબઈ:કૉમેડિયન કપિલ શર્મા અને ગિન્ની ચતરથનાં લગ્ન જલંધરમાં 12 ડિસેમ્બરનાં રોજ થશે. લગ્નમાં થોડાક દિવસ જ બાકી છે. ગિન્નીનાં ઘરે લગ્નની વિધિઓ શરૂ થઈ ચુકી છે. સોશિયલ મીડિયા પર ગિન્નીનાં ઘરે થયેલી ‘બેંગલ સેરેમની’ અને અખંડ પાઠની તસવીરો વાયરલ થઈ રહી છે. બેંગલ સેરેમનીમાં ગિન્નીએ લાલ રંગનો શરારા પહેરેલો છે. તસવીરોમાં તે ઘણી જ સુંદર લાગી રહી છે. બેંગલ સેરેમની દરમિયાન ગિન્ની મહેમાનો સાથે ફૉટો ક્લિક કરાવતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે કપિલ અને ગિન્ની એક-બીજાને કૉલેજ ટાઇમથી ઓળખે છે. ઘણા વર્ષો સુધી ડેટ કર્યા પછી હવે બંને પોતાના સંબંધને એક નવા સ્તર પર લઈ જઈ રહ્યા છે. ગિન્નીનાં ઘરે અખંડ પાઠ ભોગની સેરેમની પણ થઈ. આ ફંક્શનમાં ગિન્નીએ વાઇન કલરનું ઇન્ડિયન અટાયર પહેર્યું હતુ. પોતાની જિંદગીનાં નવા ચેપ્ટરને શરૂ કરવા માટે ગિન્ની ઘણી એક્સાઇટેડ છે. 10 ડિસેમ્બરનાં રોજ કપિલ શર્માનાં ઘરે માતાની ચૌકી રાખવામાં આવી છે. આ પંજાબી વેડિંગમાં કપિલ અને ગિન્નીને વર-વધૂનાં રૂપમાં જોવા માટે ફેન્સ ઘણા જ એક્સાઇટેડ છે. ગિન્ની અખંડ પાઠ ભોગ દરમિયાન પરિવારનાં લોકો અને દોસ્તો સાથે ભાંગડા કરતી જોવા મળી હતી.

(5:14 pm IST)