Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ફરહાન વિશે ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરે કહ્યું આમ....

મુંબઈ:ફરહાનને ડેટ કરતી શિબાની દાંડેકર હાલ સુર્ખિયોમાં છે, પરંતુ અભિનેત્રીને આ બધી વાતોથી કોઈ ફરક પડતો નથી. તાજેતરમાં રણબીર-દીપિકાના મુંબઈ ખાતે યોજાયેલા રિસેપ્શનમાં બંને એક બીજાનો હાથ પકડીને ગયા હતા. એક ઇન્ટરવ્યૂમાં શિબાનીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા અંગત જીવનમાં લોકોની ટિપ્પણી કેટલી અસર કરે છે? ત્યારે અભિનેત્રીએ જણાવ્યું કે, મને લાગે છે કે એ વ્યક્તિ પર નિર્ભર કરે છે કે તમે એ કેવી રીતે લો છો. એવા પણ લોકો હોય છે જે આ બધી બાબતોથી ઘણા પ્રભાવિત થાય છે. તો કોઈક એવા હોય છે જે એની પરવા કરતા નથી. જોકે મને એવું લાગે છે કે, તમે જ્યારે જાહેરજીવનમાં હો ત્યારે તમારે આ બધાથી ટેવાવું પડે છે.

(5:12 pm IST)