Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

અરમાન કોહલી સામે ફરી નોંધાઈ FRI

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અરમાન કોહલી હમેશા તેની હરક્તોના લીધે ચર્ચામાં રહે છે. તાજેતરમાં એક મોટા સમાચાર મળ્યા છે કે ફેશન ડિઝાઈનર નાદિયા અલી નામની મહિલાએ અરમાન અને તેના મિત્ર દિલીપ રાજપૂત તથા નોકર નીતિન સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર નાદિયાએ કહ્યું છે કે મેં આ ત્રણ સામે એફઆરઆઇ નોંધાવી છે. મારી પાસે આ ત્રણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. અરમાન અને તેનો મિત્ર દિલીપે તેની પાસેથી 50 લાખ લીધા હતા અને જયારે તેને આ પૈસા પરત માંગ્યા તો તેઓએ આપવાની ના કહી દીધી. આટલુંજ નહીં તેઓએ મને મારી નાખવાની ધમકી આપી તથા મારી સાથે જબરદસ્તી પણ કરી હતી.મુંબઈના વરસોવા પોલીસ સ્ટેશનમાં નાદિયાએ ફરિયાદ નોંધાવી છે.

 

(5:03 pm IST)