Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

'ગૂડ ન્યુઝ'-અક્ષય, કરીના, કિયારા, દિલજીતની ફિલ્મનું શુટીંગ શરૂ

અક્ષય કુમાર અને કરીના કપૂર ખાનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'ગૂડ ન્યુઝ'નું શુટીંંગ શરૂ થઇ ગયું છે. ફિલ્મમાં દિલજીત દોસાંજ અને કિયારા અડવાણી પણ મહત્વના રોલમાં છે. હાલમાં અક્ષય કુમાર ૨.૦ની સફળતાથી ખુશખુશાલ છે તો કરીના કપૂર તૈમુરને લઇને અમેરિકા ગઇ છે. તેના ભાગના દ્રશ્યોનું શુટીંગ તે મુંબઇ પરત આવે પછી શરૂ થશે. હાલ દિલજીત અને કિયારાના દ્રશ્યો ફિલ્માવાઇ રહ્યા છે. નિર્દેશક રાજ મહેતાની આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડકશન કરી રહ્યું છે. આ એવા દંપતિઓની કહાની છે જે સંતાનને જન્મ આપ્યા પછી મુશ્કેલીઓનો સામનો કરતાં હોય છે. પ્રેગનન્સી અને સરોગસી એ અહિ મુદ્દા છે. ફિલ્મ રોમાન્ટીક કોમેડી છે. કરણ જોહરે ગયા વર્ષે આ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. હવે શુટીંગ શરૂ થયું છે. આવતા વર્ષે ૧૯ જુલાઇએ આ ફિલ્મ રિલીઝ થશે. અક્ષય-કરીના આ પહેલા અનેક ફિલ્મો સાથે કરી ચુકયા છે.

(10:13 am IST)