Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

'સડક-૨' થકી સપનુ સાકાર થશેઃ આલિયા ભટ્ટ

ફિલ્મકાર મહેશ ભટ્ટ પોતાની સુપરહિટ ીફલ્મ સડકની સિકવલ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ કામ કરી રહી છે. આલિયાએ કહ્યું હતું કે સડકની સિકવલમાં કામ કરીને મારુ સપનુ પુરૂ થઇ રહ્યું છે. આ ફિલ્મ થકી મહેશ ભટ્ટ વર્ષો પછી નિર્દેશનમાં પાછા ફર્યા છે. ફિલ્મમાં આલિયા સાથે સંજય દત્ત, પૂજા ભટ્ટ અને આદિત્ય રોય કપૂરની મુખ્ય ભૂમિકા છે. આલિયાએ કહ્યું હતું કે સડક આવી ત્યારે હું ખુબ નાની હતી. એક દ્રશ્યમાં માને બારીમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે. આ સિન બાબતે હું પિતા મહેશ ભટ્ટને પુછતી હતી કે એક માને આ રીતે બહાર કઇ રીતે ફેંકી શકાય? ત્યારે મને એ ખબર નહોતી કે એ માત્ર ફિલ્મનું એક દ્રશ્ય છે. આલિયાએ કહ્યું હતું કે મારું સપનું હતું કે પિતા નિર્દેશન કહે એ ફિલ્મ હું કરું. હવે સપનુ સાકાર થયું છે.

(10:13 am IST)