Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ટીવી પરદે સરળ, અસલી જિંદગીમાં બીલકુલ અલગ છે અંજુમ ફાહિક

ટીવી સિરીયલ કુંડલી ભાગ્યમાં સૃષ્ટિનો રોલ ભજવતી અંજુમા ફાહિક પોતાની હોટ તસ્વીરોથી સોશિયલ મિડીયામાં અવાર-નવાર ચર્ચા જગાવતી રહે છે. અંજુમ એક સામાન્ય પરિવારની છે અને પંદર વર્ષની ઉમરથી જ મોડેલિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું નક્કી કરી લીધુ હતું. અંજુમે કહ્યું હતું કે તે ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારથી જ બુરખો પહેરવાનું શરૂ કરવુ પડ્યું હતું. પણ ૨૦૧૦માં તેણે પોતાની ઇચ્છા મુજબની જિંદગી જીવવાનું શરૂ કર્યુ હતું. અંજુમના પરિવારજનો તેના આ નિર્ણયની વિરૂધ્ધ હતાં. મોેડેલિંગ, અભિનયમાં આગળ વધવા માટે અંજુમને પરિવારજનોને છોડવા પડ્યા હતાં. એ ત્યાં સુધી કે પરિવારજનોએ તેની સાથે વાતચીત પણ બંધ કરી દીધી હતી. પણ હવે તે આ ફિલ્ડમાં સફળ થતાં સ્વજનો સાથે ફરી વાતચીત અને આવ-જા શરૂ થઇ છે. અંજુમ ટીવી પરદે સરળ રોલમાં દેખાય છે પણ અસલી જિંદગીમાં બોલ્ડ અને બિન્દાસ્ત છે.

 

(10:09 am IST)