Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ઉત્તરાખંડના શૂટિંગ શેડ્યુલને 'કેદારનાથ'ની ટીમે પૂર્ણ કર્યું

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'કેદારનાથ'ની શૂટિંગ જોરશોરથી ચાલી રહી છે. આ ફિલ્મની શૂટિંગ અત્યાર સુધી ઉત્તરાખંડમાં કરવમાં આવી હતી. ઉત્તરાખંડના શૂટિંગ શેડ્યુલને ટીમે સારી રીતે પૂર્ણ કર્યું છે અને હવે ફિલ્મનું શૂટિંગ મુંબઈ ખાતે કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે આ ફિલ્મ સારા અલી ખાનની પહેલી બોલિવૂડ ફિલ્મ છે.

વર્ષ 2018ના ડિસેમ્બર માસમાં રિલીઝ થનારી ફિલ્મ 'કેદારનાથ' માટે હવે મુંબઈમાં સેટ તૈયાર કરવામાં આવશે. આ સેટ પાછળ 7 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ફિલ્મમાં ઉત્તરાખંડમાં આવેલા પુરનો એક સીન શૂટ કરવાનો છે જેને રીયલ ટચ આપવા માટે મેકર્સ આ ભવ્ય સેટ તૈયાર કરવા માંગે છે. આ સીન માટે મોટા વોટર ટેન્ક મંગાવવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ઉત્તરાખંડમાં જ થયું છે.

 

(6:33 pm IST)