Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ફિલ્મ 'પેડમેન'નું નવું પોસ્ટર નવી રિલીઝ તારીખ સાથે થયું લોન્ચ: 26 જાન્યુઆરી 2018

મુંબઈ: અક્ષય કુમાર ની ફિલ્મપેડમેનનું નવું પોસ્ટર લોન્ચ થયું છે. પોસ્ટરમાં તમે જોઈ રહ્યા છો કે, અક્ષય કુમાર   બનિયાન પહેરી રાખી છે અને કોટન મેળવી વધારે ખુશ છે. તેમણે હાથમાં કોટન લીધું છે. એવું લાગી રહ્યું છે કે, જાણે કોઈ ખાસ વસ્તુ મેળવી લીધી હોય અક્ષય કુમારે. તેની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ પોસ્ટરમાં લખવામાં આવી છે. ૨૬ જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થવાની છે. પહેલા ફિલ્મ ૧૩ એપ્રિલ ૨૦૧૮ ના રોજ રીલીઝ થવાની હતી પરંતુ હવે ફિલ્મની તારીખ બદલીને ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ રાખવામાં આવી છે.ફિલ્મનું પોસ્ટર થોડું વિચિત્ર છે પરંતુ ફિલ્મની સ્ટોરી બેહિસાબ છે. પેડમેન અરુણાચલમ મુરુગનંથમ નામના વ્યક્તિના જીવન પર આધારિત ફિલ્મ છે. અરુણાચલમે મહિલાઓ માટે સસ્તા ભાવ પર સેનેટરી નેપકીન બનાવ્યા હતા અને પ્રકારે એક ક્રાંતિકારી પગલાને અંજામ આપ્યું હતું. પેડમેનનું ડિરેકશન આર બાલ્કી કરી રહ્યા છે. એટલું નહિ અક્ષય કુમારે ફિલ્મની સ્ટોરીનું મોટીવેશન તેમની ફેમિલીને જણાવે છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રકારની ફિલ્મની બનાવવાનું મોટીવેશન મારા ઘરમાં રહેતી મહિલાઓ પરથી આવ્યું છે. અક્ષય કુમારના ઘરમાં તેમની માતા, બહેન, પુત્રી, પત્ની અને દાદી/નાની રહે છે. અક્ષય કુમારે જણાવ્યું કે, તેમની પત્ની દરેક વખતે તેમને મહિલા સાથે જોડાયેલ સમસ્યા વિશે જણાવે છે.

(6:33 pm IST)