Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

બિગ બોસ 11માં નોમિનેશનમાં શિલ્પાનું નામ આવ્યું બહાર

મુંબઈ: રિયાલીટી શો ‘Bigg Boss ૧૧માં અઠવાડિયાની શરૂઆત નોમિનેશન પ્રક્રિયાથી શરુ થઇ હતી. નોમિનેશન પ્રક્રિયા દરમિયાન સૌથી મોટો ટ્વીસ્ટ જોવા મળ્યો હતો. માસ્ટર માઈન્ડ વિકાસ ગુપ્તા એક સાથે ઘણા લોકો પર નિશાન સાધે છે અને ગેમ બદલી નાખે છે.બિગબોસે નોમિનેશન પ્રક્રિયામાં દરેક કન્ટેસ્ટંટને કહ્યું કે, તમે કોઈ એક કન્ટેસ્ટંટને બચાવી શકો છો. નોમિનેશન પ્રક્રિયા દરમિયાન શોમાં નવા રિલેશન બનતા જોવા મળ્યા હતા.

નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી બિગબોસ જણાવે છે કે, આકાશ દદલાની અને લવ ત્યાગીનું નામ કોઈએ લીધું નથી કારણે તેઓ નોમિનેટ થયા છે. ત્યારબાદ શોમાં ટ્વીસ્ટ લાવતા બિગબોસ વિકાસ ગુપ્તાને અધિકાર આપે છે કે, તે નોમિનેટ કરવામાં આવેલ કન્ટેસ્ટંટમાંથી કોઈ એકને બચાવી શકે છે.વિકાસ ગુપ્તા આકાશ દદલાનીના બદલે લવ ત્યાગીને બચાવે છે જ્યારે શિલ્પા શિંદે ઘરની બહાર જવા માટે નોમિનેટ કરે છે.

 

(6:32 pm IST)