Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ઉત્તરપ્રદેશમાં અજય દેવગણ સામે 200 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો

મુંબઈ: ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં અભિનેતા અજય દેવગણની ફિલ્મમાં રોકાણ કરવાના નામ પર લગભગ ૨૦૦ કરોડ રૃપિયાની છેતરપીંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. છેતરપીંડી કેસમાં એક સમયે મિસ જમ્મુ રહી ચુકેલ અભિનેત્રી અનારા ગુપ્તાનુ નામ પણ સામેલ છે. 
સુત્રોના જણાવ્યા મુજબ અભિનેત્રી અનારા ગુપ્તા સાથે મળીને અલ્હાબાદનો એક શખ્સ ડમી ફિલ્મ પ્રોડક્શન હાઉસ ચલાવે છે. જે અંતર્ગત અજય દેવગણની ફિલ્મમાં રોકાણના નામે હજારો લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી છે. પીડિતો તરફથી મામલે અનારા ગુપ્તા, ઓમપ્રકાશ યાદવ સહિત પાંચ લોકો સામે છેતરપીંડીની ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જે પૈકી બે લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જ્યારે અન્યની તપાસ ચાલી રહી છે. 
મહત્વનુ છે કે, અનારા ગુપ્તા વર્ષ ૨૦૦૧માં મિસ જમ્મુ બની હતી. ત્યારબાદ તે એક સેક્સ ટેપના કારણે પણ વિવાદોમાં ફસાઈ હતી. વિવાદ બાદ અનારાની તેની માતા અને ત્રણ ભાઈઓ સાથે પોલીસે ધરપકડ કરી હતી. અનારા ગુપ્તા ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને અત્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં એક લોકપ્રિય ચહેરો બની ચુકી છે.

 

(6:31 pm IST)