Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

વાઇરલ ફિવરનો શિકાર બન્યો દબંગ ખાન સલ્લુભાઈ

મુંબઈ:સુપર સ્ટાર સલમાન ખાન આજકાલ વાઇરલ ફિવરનો શિકાર બન્યો છે અને ડૉક્ટરોએ એને આરામ કરવાની સલાહ આપી હતી પરંતુ સલમાને દવા લેવાની સાથોસાથ પોતાનું કામ ચાલુ રાખ્યું હોવાની માહિતી મળી હતી. હાલ સલમાન ટાઇગર જિંદા હૈના પ્રમોશનમાં વ્યસ્ત હોવા ઉપરાંત એનો સુપરહિટ ગણાતો ટીવી રિયાલિટી શો બીગ બોસ પણ ચાલી રહ્યો છે એટલે એને આરામ કરવાનો સમય મળતો નથી. ઉપરાંત માને છે કે હું આરામ કરું તો મારા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૌ કોઇને સહન કરવું પડે. એટલે એણે કામ ચાલુ રાખ્યું હતું.

 

(6:29 pm IST)