Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

અજય દેવગણ બનાવશે 2014ની સુપરહિટ તમિલ ફિલ્મની રીમેક

મુંબઈ: ટોચના અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણની આગામી ફિલ્મના ત્રણે મુખ્ય કલાકારોનાં નામ જાહેર થયાં હતાં. અજય હાલ ૨૦૧૪માં રજૂ થયેલી સુપરહિટ તમિળ ફિલ્મ જિગરઠંડા ફિલ્મની હિન્દી રિમેક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. અભિનેતા તરીકે ટોચનો નીવડવા ઉપરાંત અજયે નિર્માતા અને નિર્દેશક તરીકે પણ સારી નામના મેળવી હતી. એણે અગાઉ કરણ જોહરની અય દિલ હૈ મુશ્કિલની સામે રજૂ કરેલી એની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ શિવાય બોક્સ ઑફિસ પર સારી ચાલી હતી અને તાજેતરમાં શાહરુખ ખાનની ફિલ્મ સાથે રજૂ થયેલી ગોલમાલ અગેઇને તો શાહરુખ ખાનની ફિલ્મને માત્ર એક સપ્તાહમાં હંફાવી હતી. ટ્રેડ પંડિત રમેશ બાલાએ ટ્વીટર પર જણાવ્યા મુજબ અજયને ચમકાવતી હિટ ફિલ્મ દ્રશ્યમના ડાયરેક્ટર નિશિકાંત કામથ ફિલ્મનું નિર્દેશન કરવાના છે.

(6:29 pm IST)