Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017


કંગનાને લઇ ફિલ્મ બનાવશે શેખર કપૂર

બોલીવૂડમાં સતત ચર્ચામાં રહેતી કંગના રનોૈત હાલમાં 'મણીકર્ણિકા-ધ કવીન ઓફ ઝાંસી' નામની મોંઘા બજેટની ફિલ્મમાં કામ કરી રહી છે. તેને સતત મોટી ફિલ્મો મળી રહી છે. હવે તે બોલીવૂડ જ નહિ વિશ્વભરમાં નામના ધરાવતાં નિર્દેશક શેખર કપૂર સાથે એક ફિલ્મ કરવાની છે. માસૂમ, મિસ્ટર ઇન્ડિયા, બેન્ડિટ કવીન, એલિઝાબેથ સહિતની ફિલ્મો બનાવી ચુકેલા શેખર ફરીથી નિર્દેશક તરીકે એક ફિલ્મ બનાવશે. આ ફિલ્મમાં તેણે કંગનાને લેવાની ઇચ્છા રાખી છે. સ્ક્રિપ્ટનું કામ પણ શરૂ થઇ ગયું છે. શેખરે કહ્યું હતું કે હું ફરીથી ભારત આવીને એક ફિલ્મ બનાવીશ. કંગના સાથે કામ કરવા માટે હું સ્ક્રિપ્ટ લખી રહ્યો છું. જેમાં કંગના ૮૫ વર્ષની વૃધ્ધાની ભૂમિકા નિભાવશે.

 

(9:21 am IST)