Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017


કરીનાનું નવું ફોટોશૂટઃ અત્યંત હોટ અને આકર્ષક

બોલીવૂડની સુંદરીઓ પોતાને ફિટ રાખવા અને સતત સુંદર દેખાવા માટે ભરપુર મહેનત કરતી હોય છે. મા બન્યા પછી પણ અભિનેત્રીઓ વધુને વધુ યંગ દેખાતી હોય છે. કરીના કપૂર હમેંશા પોતાના હોટ લૂક માટે જાણીતી છે. તાજેતરમાં તેણે હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. તેની તસ્વીરોએ સોશિયલ મિડીયામાં ભારે ચર્ચા જગાવી હતી. કરીના જીમમાં સતત પરસેવો પાડે છે તેના કારણે તેની અસર તેની સ્કીન અને ફિગર પર સ્પષ્ટ દેખાય છે. હાર્પર્સ બાઝાર બ્રાઇડના કવર પેઇજ માટે કરીનાએ જે ફોટોશૂટ કરાવ્યું હતું તેમાં તે અત્યંત હોટ અને આકર્ષક દેખાઇ રહી છે. સફેદ અને રોયલ બ્લુ ગાઉનમાં તે પરી જેવી દેખાતી હતી. કરીનાની આગામી ફિલ્મ વિરે દી વેડીંગ છે. જેમાં સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શકીના તલસાણીયા મુખ્ય ભૂમિકામાં છે. ૧૮મી મેના રોજ ફિલ્મ રિલીઝ થશે.

 

(9:20 am IST)