Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

દિવ્યાંકાએ અન્ય ટીવી અભિનેત્રીઓને રાખી દીધી પાછળ

યે હૈ મહોબ્બતેમાં ઇશિતા ભલ્લાનો રોલ નિભાવી ઘર-ઘરમાં જાણીતી બનેલી દિવ્યાંકા ત્રિપાઠીના અનેક ચાહકો દેશ-દુનિયામાં છે. દિવ્યાંકા ત્રિપાઠી દહિયા ટીવી પરદાની સોથી વધુ પસંદ કરવામાં આવતી વહૂઓમાંથી ટોચના ક્રમે છે. સોશિયલ મિડીયા પર પણ દિવ્યાંકાએ મેદાન માર્યુ છે. તે એવી ટીવી અભિનેત્રી બની છે જેના ઇંસ્ટાગ્રામ પર ૬ મિલીયનથી વધુ ફોલોઅર્સ છે. દિવ્યાંકાએ આ મામલે તમામ ટીવી અભિનેત્રીઓને પાછળ રાખી દીધી છે. દિવ્યાંકાએ આ બાબતે ઇંસ્ટાગ્રામ પર પોતાની ખુશી વ્યકત કરી હતી અને ચાહકોનો આભાર વ્યકત કર્યો હતો. તેણે લખ્યું હતું કે મારી આ સ્માઇલની પાછળનું કારણ આપ સો છો. દિવ્યાંકા પતિ વિવેક દહિયા સાથેના ફોટો વારંવાર પોસ્ટ કરતી રહે છે. યે હે મહોબ્બતેના સેટ પર જ વિવેક સાથે મુલાકાત થઇ હતી અને ૨૦૧૬માં બંનેએ લગ્ન કરી લીધા હતાં.

 

(9:19 am IST)