Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017


મનાલીમાં ખુબ મજા માણી વરૂણ ધવને

અભિનેતા વરૂણ ધવનની ફિલ્મો સતત હીટ જતી હોઇ તેણે ભાવ વધારી દીધા છે. હવે તે નવી ફિલ્મ 'ઓકટોબર'ની શુટીંગ મનાલીમાં કરી રહ્યો છે. મનાલીમાં તે એક કૈફેનો અનઓફિશિયલ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયો હતો. વરૂણે એક તસ્વીર ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે તમે જો કયારેય મનાલી આવો તો જંગલ જંકશન કૈફેની મુલાકાત જરૂર લેજો. અહિ ખુબ સ્વાદિષ્ટ નુડલ્સ અને ચા મળશે. વરૂણે લખ્યું હતું કે આ કૈફેનો બ્રાન્ડ એમ્બેસેડર બનવાની વાત તેના માલિકે મની નથી કરી, પણ હું મારી જાતે બની ગયો છું. કેમ કે આ લોકો સુપરકૂલ છે. વરૂણે મનાલી શેડ્યુલમાં ખુબ મજા માણી હતી. ફિલ્મમાં તેની સાથે બનીતા સંધુ છે. જેની આ પહેલી ફિલ્મ છે. સુજીત સરકાર નિર્દેશિત આ ફિલ્મ ૧૩ એપ્રિલે રિલીઝ થશે.

 

(9:18 am IST)