Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ભોજપુરી અભિનેત્રીના વીડિયોએ લગાડ્યું ઘેલું : ૮ કરોડ લોકોએ કહ્યું વાહ!

કાજલ રાઘવાનીની ફિલ્મ 'દેવરા ભઇલ દિવાના'નું એક ગીત યુટયૂબ પર ધૂમ મચાવે છે

મુંબઇ તા. ૫ : ભોજપુરી ફિલ્મો તેમાં ગવાતા ગીતો અને ડાન્સને કારણે સમગ્ર દેશમાં મશહૂર છે. ભોજપુરી ફિલ્મનાં સુપરસ્ટાર પવન સિંહ, ખેસારી લાલ અને આમ્રપાલી દુબેએ ફિલ્મ જગતમાં તેમની ધાક જમાવી છે. આવા સમયમાં, ભોજપુરી અભિનેત્રી કાજલ રાઘવાનીના તેવર કોઇનાંથી ઓછા નથી. કાજલ રાઘવાનીની ફિલ્મ 'દેવરા ભઇલ દિવાના'માં ફિલ્માંકન કરવામાં આવેલું એક ગીત યુટ્યુબ પર ધૂમ મચાવે છે અને એક અંદાજ મુજબ ૭.૫ કરોડ લોકોએ આ વીડિયો જોયો છે.

આ ગીતમાં અભિનેત્રી લગ્નમાં ડાંસ કરે છે અને એક ગીત વાગે છે. ફિલ્મનું આ ગીત ભોજપુરી સિંગર અલકા અને પ્રિયંકા સિંહે ગાયુ છે. કાજલ રાઘવાની બહોળો ચાહક વર્ગ ધરાવે છે.

(12:40 pm IST)