Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

સેટ પર મિઠાઇ વહેંચી લાગણી વરસાવે છે રિશિના

ટીવી પરદે અભિનય કરતી અભિનેત્રી રિશીના કંધારી તાજેતરમાં શુટીંગના સેટ પર ટીમ માટે બંગાળી મિઠાઇઓના ડબ્બા સાથે પહોંચી હતી. પ્રિયજનો માટે હમેંશા સ્નેહ વરસાવતી રિશીના ટીવી શો એ મેરે હમસફરમાં ઇમરતી કોઠારી નામનું નેગેટીવ પાત્ર ભજવી રહી છે. તે કહે છે સેટ પર અભિનેતા, નિર્દેશક, સહાયકથી લઇને સંપુર્ણ યુનિટ મને રાજકુમારીની જેમ લાડપ્રેમ આપે છે. બધા મારા પ્રત્યે સતત લાગણી રાખતાં હોઇ હું પણ તેમના માટે મારો પ્રેમ વ્યકત કરવા તેમના માટે મિઠાઇઓ લાવુ છું. આ મારા તરફથી વ્યકત થતી એક નાનકડી લાગણી છે. મારી આસપાસના બધા ચહેરાઓને ખુશ જોઇને હું પણ ખુશ રહુ છું. મારી મિઠાઇ ખાધા પછી બધા જ ખુશ જોવા મળે છે અને હું પણ ખુશ થાઉ છું. કોઇ તમારા કારણે ખુશ રહેતું હોય તો તેનાથી મોટી વાત બીજી શું હોઇ શકે. દંગલ ચેનલ પર દર્શાવાઇ રહેલા આ ટીવીશોમાં વિધી શર્મા નામની યુવતિની કહાની છે.

(9:50 am IST)