Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

કસોટી જીંદગી કી ની પ્રેરણા-શ્વેતા તિવારીના ૧૯ વર્ષે લગ્ન થયા અને ૨૧ વર્ષની ઉંમરે પુત્રીને જન્મ આપ્યો હતો

એકતા કપૂરનો શોકસોટી ઝિંદગી કી 2’ તાજેતરમાં શરુ થયો છે. શોની પહેલી સિઝનમાં લીડ રોલ કરનારી શ્વેતા તિવારીને આજે મોટાભાગના લોકો ઓળખે છે. શોથી તેણે ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. એક્ટ્રેસ શ્વેતા તિવારી 38 વર્ષની થઈ છે. શ્વેતા તિવારી બિપાશા બસુની ફિલ્મ મદહોશી અને ભોજપુરી ફિલ્મ્સમાં પણ જોવા મળી છે.

ચાર ઓક્ટોબર 1980ના રોજ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં જન્મેલી શ્વેતા તિવારીએ 2001માં ટીવી શોકહીં કિસી રોઝથી ડેબ્યૂ કર્યું હતું. ‘બિગ બોસ 4’ની વિજેતા શ્વેતા તિવારી લાંબા સમયથી પડદા પરથી દૂર છે.

કસોટી ઝિંદગી કીપછી શ્વેતાજાને ક્યા બાત હૂઈ’, ‘અદાલત’, ‘સજન રે જૂઠ મત બોલોઅનેપરવરિશસીરિયલમાં જોવા મળી હતી.

ટીવી શો ઉપરાંત શ્વેતાએ અનેક ફિલ્મ્સમાં પણ કામ કર્યું. 2004માં તે સૌથી પહેલા બિપાશા બસુની ફિલ્મમદહોશીમાં જોવા મળી હતી.

શ્વેતા તિવારીએ 19 વર્ષની ઉંમરમાં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતાં અને બે વર્ષ પછી 21 વર્ષની ઉંમરમાં તેણે દીકરીને જન્મ આપ્યો હતો. જેનું નામ પલક છે. દીકરીના જન્મ પછી શ્વેતા અને રાજા વચ્ચે સંબંધ ખરાબ થયાં હતાં. શ્વેતાએ રાજા પર હિંસા, મારપીટ અને દીકરીને મારવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો હતો.

નવ વર્ષ હિંસા સહન કર્યા પછી આખરે 2007માં શ્વેતા તિવારી પતિથી અલગ થઈ હતી. 2013માં શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતાં. કપલને એક દીકરો પણ છે જેનું નામ રેયાંશ છે.

2001માંકહિં કીસી રોઝથી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું. જોકે, શ્વેતાના કામના વખાણ સૌથી વધુ કસોટી ઝિંદગી કીમાં થયાં હતાં. ઉપરાંત તેનચ બલિએ’, ‘ઈસ જંગલ સે મુજે બચાઓ’, ‘કોમેડી સર્કસઅનેઝલક દિખલા જામાં પણ ભાગ લઈ ચૂકી છે.

(5:15 pm IST)