Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ત્રણ ફિલ્મો 'લવયાત્રી', 'અંધાધુન' અને 'લુપ્ત' રિલીઝ

આજથી ત્રણ ફિલ્મો 'લવયાત્રી', 'અંધાધુન' અને 'લુપ્ત' રિલીઝ થઇ છે.

નિર્માતા સલમાન ખાન અને નિર્દેશક અભિરાજ મીનાવાલાની રોમાન્ટીક ડ્રામા ફિલ્મ 'લવયાત્રી'માં આયુષ શર્મા, વરીના હુશેન અને રોનિત રોયની મુખ્ય ભૂમિકા છે. આ ઉપરાંત અંશુમન ઝા, રોનિત રોય, રામ કપૂર, પ્રાચી શાહ, મોહિની શર્મા, પ્રતિક ગાંધી, અર્નબ શાહ, અમિતાભ મિશ્રાની પણ ભૂમિકા છે. સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન મહેમાન કલાકાર તરીકે જોવા મળશે. ફિલ્મમાં સંગીત તનિષ્ક બાગચી અને બાદશાહે આપ્યું છે.  લવયાત્રી રોમાન્ટીક ફિલ્મ છે. સલમાન ખાને આ ફિલ્મથી તેના જીજાજી આયુષને બોલીવૂડમાં લોંચ કર્યો છે. આયુષ ફિલ્મમાં દાંડીયા રાસ શીખવતા યુવાનના રોલમાં છે. ફિલ્મના નામને લઇને વિવાદ થતાં વાત કોર્ટ સુધી પહોંચતા બાદમાં નામ બદલીને લવયાત્રી કરવામાં આવ્યું હતું.

બીજી ફિલ્મ 'અંધાધુન'ના નિર્માતા વાયાકોમ ૧૮ મોશન પિકચર્સ અને નિર્દેશક શ્રીરામ રાઘવન છે. ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના, તબ્બુ અને રાધિકા આપ્ટેની મુખ્ય ભૂમિકા છે. વિનય પાઠક, ઝાકીર હુશેન, માનવ, છાયફા કદમ  અને અશ્વિની કેલકર પણ મહત્વના રોલમાં છે. સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે. અંધાધુન એક રોમાન્ટીક થ્રિલર ફિલ્મ છે. આયુષ્યમાન ખુરાનાએ ફિલ્મમાં અંધ  પિઆનો પ્લેયરની ભૂમિકા નિભાવી છે.

ત્રીજી ફિલ્મ 'લુપ્ત'ના નિર્માતા લલિત કીરી અને હનવંત ખત્રી તથા નિર્દેશક પ્રભુરાજ છે. ફિલ્મનું લેખન પણ પ્રભુરાજે કર્યુ છે. આ હોરર ફિલ્મ છે. જાવેદ જાફરી ફિલ્મમાં અલગ જ રોલમાં જોવા મળવાનો છે. આ ઉપરાંત વિજય રાઝ, કરન આનંદ, મિનાક્ષી દિક્ષીત, કિયારા સોની, નિક્કી વાલીયા, કસ્તુરી બેનર્જી, રાજીવ ભારદ્વાજ, રઇશ મોઇનુદ્દીન સહિતે ભૂમિકા નિભાવી છે.

 

(9:31 am IST)