Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

શિક્ષક દિવસ પર ફિલ્મ 'સુપર-30'નું પોસ્ટર થયું લોન્ચ

મુંબઈ:ઋતિક રોશનની અપકમિંગ ફિલ્મસુપર 30’ સતત ચર્ચામાં છે. ફિલ્મનાં 3 પોસ્ટર્સ ટીચર્સ ડે પર લૉન્ચ કરવામાં આવ્યા છે. નવા પોસ્ટર્સને ખાસ વાત છે કે તેના કેપ્શન ઘણા સારા છે. પોસ્ટરમાં ઋતિકનો લૂક પણ ઘણો પ્રભાવિત કરે તેવો છે. પોસ્ટર્સમાં ઋતિક સ્ટુડેન્ટ્સ સાથે જોવા મળી રહ્યો છે.ફિલ્મનાં પોસ્ટરને ફેન્ટમ ફિલ્મે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. પોસ્ટરની ટેગલાઇન ઘણી શાનદાર છે. એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે, ‘અબ રાજા કા બેટા રાજા નહી બનેગા.’ તો અન્ય એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે, ‘વક્ત બદલને વાલા હૈ.’ ફિલ્મનું શૂટિંગ છેલ્લા એક વર્ષથી રાજસ્થાન અને વારાણસી સહિત દેશનાં અન્ય ભાગોમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં આનંદનાં જીવનની શરૂઆત અને સંઘર્ષ અને પછી ખ્યાતિ તેમજસુપર-30’નાં માર્ગદર્શકનાં સફરને દર્શાવવામાં આવી છે.

(4:59 pm IST)