Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

શાહરુખ આનંદ એલ. રાયની ફિલ્મ ઝિરોમાં કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા સાથે દેખાશે

મુંબઇશાહરુખ આનંદ એલ. રાયની ફિલ્મ ઝિરોમાં કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા સાથે દેખાશે. શાહરુખ ખાને તેની સફળતા અને પ્રસિદ્ધિ માટે સલમાન ખાનના પિતા સલીમ ખાનનો આભાર માન્યો છે. સલમાન ખાન 'દસ કા દમ 3' હોસ્ટ કરે છે. આ શૉના ગ્રાન્ડ ફિનાલેમાં શાહરુખ ખાનને આમંત્રણ હતુ. શાહરુખે કહ્યુ કે, સ્ટ્રગલિંગ એક્ટર તરીતે હું જ્યારે પહેલીવાર મુંબઈ આવ્યો હતો ત્યારે હું સલમાન ખાનના ઘરે જમતો હતો. અને સલીમ ખાનજી મારું ઘણું ધ્યાન રાખતા હતા. આજ લોકોને કારણે હું શાહરુખ ખાન બની શક્યો છુ. હું આ શૉ પર માત્ર સલમાનને કારણે આવ્યો છુ અને તે મને જ્યાં જવાનું કહેશે હું ત્યાં જતો રહીશ. આ શૉમાં તે રાણી મુખર્જી સાથે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શાહરુખ આનંદ એલ. રાયની ફિલ્મ ઝિરોમાં કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા સાથે દેખાશે.

(11:45 am IST)