Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

પુષ્પા ઇમ્પોસિબલમાં મોના સિંહનું કમબેકઃ એડવોકેટની ભૂમિકામાં

 (કેતનખત્રી) અમદાવાદઃ સોની સબ પર પુષ્પા ઇમ્પોસિબલમાં ઇમાનદાર એકલી માતા પુષ્પા પટેલ (કરૃણા પાંડે) ને કારણે દર્શકોનાં મનમાં અમીટ છાપ છોડી છે. પુષ્પા હાલમાં તેના જમીનમાલિક બાપુદ્રા સાથે કાનૂની લડાઇમાં પડી છે, જેણે તેના ઘર અને તેના સન્માન પર દાવો કર્યો છે. એડવોકેટ દામિની મહેરા તેને આ કાનૂની લડત જીતવામાં સહાય કરશે. વકીલની આ ભુમિકા મોનાસિંહ ભજવી રહી છે.

પુષ્પાની બાપુદ્રા સાથે લીઝ કરાર અને બદનક્ષીની કાનૂની લડત વિશે સાંભળ્યા પછી તે  પુષ્પાનો કેસ લડવામાં મદદ કરવાનું નક્કી કરે છે. પુષ્પાએ ભુતકાળમાં અજ્ઞાત રીતે દામિનીની પુત્રીને મદદ કરી હતી. જેથી તે પુષ્પાનો કેસ નિઃશુલ્ક લડીને તેના ઉદાર કૃત્યની પરતફેડ કરવા માગે છે.

(3:32 pm IST)