Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

કેમેરા સામે એ કામ બતાવવું અઘરૂ હતું: જીતેન્‍દ્ર કુમાર

બે વેબ સિરીઝ કોટા ફેક્‍ટરી અને પંચાયતમાં પોતાના અભિનયનો જાદૂ બતાવી દર્શકોની વાહવાહી મેળવી ચુકેલા જીતેન્‍દ્ર કુમારે હવે જાદુગર નામની ફિલ્‍મમાં જાદૂગરનો રોલ ભજવ્‍યો છે. તે કહે છે ફિલ્‍મમાં આ એવું પાત્ર હતું જે છોકરીને પટાવવા માટે જાદુની ટ્રીક અજમાવે છે. ફિલ્‍મમાં તેણે મીનુનો રોલ ભજવ્‍યો છે. જે સતત પોલતાની દુનિયામાં ખોવાયેલો રહે છે. આ ફિલ્‍મમાં તેનું પાત્ર ફૂટબોલ રમતું પણ બતાવાયું છે. જીતેન્‍દ્ર કહે છે કોલેજમાં હું ફૂટબોલ રમ્‍યો હતો. એથી વધારે આ રમતનું જ્ઞાન નહોતું. આ કારણે મારે મહેનત કરવી પડી હતી. તે કબુલે છે કે કેમેરા સામે જાદુ બતાવવાનું કામ અઘરુ હતું. મેં બે મહિના સુધી આ માટે ખાસ તાલિમ લીધી હતી. કેમેરામેન સાથે બેસીને પણ ઘણી પ્રેકટીસ કરવી પડી હતી. કોઇ વસ્‍તુને કોઇની નજર સામે ગાયબ કરી દેવી એ ટ્રીક મને ખુબ ગમી છે.

(10:20 am IST)