Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

વધુ ત્રણ પ્રોજેક્‍ટ સાઇન કર્યા હિતેને

અભિનેતા હિતેન તેજવાનીએ ટીવી પરદે કામ કરીને ઘર ઘરમાં ઓળખ ઉભી કરી છે. તેણે સ્‍વર્ણઘર નામના શોથી શરૂઆત કરી હતી. તે કબુલે છે કે ટીવી પરદાએ જ તેને ઓળખ આપી છે. હવે તેનું ધ્‍યાન ઓટીટી પર પણ છે. હિતેન કહે છે ઓટીટી પર લેખક નિર્દેશકના વિચારો ખુબ હટકે હોય છે. મને એવા એવા પાત્રોની ઓફર મળી રહી છે કે હું કદી એ વિશે અપેક્ષા પણ રાખતો નહોતો. એક કલાકાર તરીકે હું આવા કામનો આનંદ માણી રહ્યો છું. આવા પડકારજનક પાત્રો ભજવીને મને ખુશી મળી રહી છે. તાંડવમાં લોકોએ મારો અલગ જ અવતાર જોયો હતો. જેમાં મેં થોડા અંશે નેગેટિવ રોલ નિભાવ્‍યો હતો. હવે મને સતત અલગ અલગ શૈલીના રોલ ઓફર થઇ રહ્યા છે. મેં વધુ આવા ત્રણ પ્રોજેક્‍ટ સાઇન કર્યા છે. પણ કલાકાર તરીકે મને કદી સંતોષ મળ્‍યો નથી. ઘણા પાત્રો છે જે હું ભજવવા ઇચ્‍છુ છું. હિતેન ટીવી પરદે છેલ્લે ગુપ્‍તા બ્રધર્સમાં દેખાયો હતો. 

(10:19 am IST)