Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પતિની સિરીઝનું કામ પુરૂ કર્યુ શેફાલીએ

અભિનેત્રી અને હવે નિર્દેશક પણ બની ચુકેલી શેફાલી શાહને વેબ સિરીઝ 'દિલ્હી ક્રાઇમ' ખુબ જ ફળી હતી. આ સિરીઝમાં તેણે પોલીસ ઓફિસરનો જોરદાર રોલ નિભાવી દર્શકોમાં વાહવાહી મેળવી હતી. હવે દિલ્હી ક્રાઇમની બીજી સિઝન પણ આવી રહી છે. જો કે આ સિરીઝની જબરદસ્ત સફળતા પછી પણ શેફાલી અધીરી બની ગઇ નહોતી. તેણે ધડાધડ કોઇપણ સિરીઝ સાઇન કરી લેવાનું ઉતાવળુ પગલુ ભર્યુ નહોતું. હવે તે પોતાના પતિ અને નિર્દેશક વિપુલ શાહની સિરીઝ હ્યુમન માટે કામ કરી રહી છે. વિપુલ શાહે અનેક હિટ ફિલ્મો આપી છે. હ્યુમન તેની પહેલી વેબ સિરીઝ છે.  શેફાલીએ આ સિરીઝ માટે પતિને સતત સાત મહિના આપી તેની સાથે સિરીઝનું કામ પુરૂ કર્યુ છે. વિપુલ અમૃતલાલ શાહે કહ્યું હતું કે 'હ્યુમનનો વિષય આજના સમય માટે ખૂબ જરૂરી કહેવાય તેવો છે. તેમાં મેડિકલ ફીલ્ડ સાથે જોડાયેલા ડોકટર્સ અને ડ્રગ્સના ટેસ્ટિંગમાં ચાલતા કારોબારની વાત છે. બે ડોકટરનાં પાત્ર મહત્વના છે. ઇમ્પોર્ટન્ટ છે, જે પૈકી એક શેફાલી કરે છે અને એક કીર્તિ કુલ્હારી નિભાવી રહી છે.

(10:27 am IST)