Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

ગાયક, સંગીતકાર, લેખક, અભિનેતા, નિર્માતા કિશોર કુમારનો આજે જન્મદિવસ

મધુબાલાના પ્રેમમાં પડી મુીસ્લમ ધર્મ અંગિકાર કર્યો હતોઃ ચાર લગ્ન કર્યા હતાં

મુંબઇ તા. ૪: ગાયક, સંગીતકાર, અભિનેતા, નિર્માતા અને લેખકની બહુમુખી પ્રતિભા ધરાવતાં કિશોર કુમારનો આજે ૪ ઓગષ્ટના જન્મદિવસ છે. ૧૩૨૯માં મધ્યપ્રદેશના ખાંડવામાં આભાષ કુમારના નામથી જન્મેલા કિશોર કુમારનો આજે ૮૯મો જન્મદિવસ છે. કિશોર કુમાર કલા ક્ષેત્રમાં એવું નામ છે જેની ઓળખ આપવાની કોઇ જરૂરત નથી. ૪૦મી સદીના એ સ્ટાર છે, આજે પણ લોકોના દિલ-દિમાગમાં તે જગમગી રહ્યા છે. લોકોના દિલોમાં રાજ કરતાં કિશોરદા બાળપણથી જ મનમોૈજી હતાં.

ફિલ્મી દુનિયામાં પહેલા અભિનય ક્ષેત્રમાં હાથ અજમાવ્યો હતો. એ પછી સંગીતની દુનિયા તરફ વળ્યા હતાં. પણ તેના માટે આ રસ્તો કદી મુશ્કેલી ભર્યો રહ્યો નહોતો. તેમની જિંદગી વિશે પણ અનેક રોચક વાતો છે. કહેવાય છે કે કિશોર કુમાર મધુબાલાના પ્રેમમાં પડ્યા હતાં અને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. તેમણે પોતાનું નામ પણ બદલીને કરીમ અબ્દુલ્લા રાખી લીધું હતું!

કિશોર કુમારના પહેલા લગ્ન રૂમા સાથે ૧૯૫૧માં થયા હતાં. એ લગ્ન વધુ ટકયા નહોતાં. એ પછી ૧૯૬૦માં મધુબાલા સાથે શાદી કરી હતી. પણ નવ વર્ષ બાદ હૃદયમાં કાણુ પડવાને કારણે મધુબાલાનું મૃત્યુ થઇ ગયું હતું. એ પછી ૧૯૭૬માં કિશોર કુમારે યોગીતા બાલી સાથે લગ્ન કર્યા હતાં. પણ બે વર્ષમાં જ બંનેના છુટાછેડા થઇ ગયા હતાં. એ પછી વિધવા લીના ચંદાવરકર સાથે કિશોર કુમારે લગ્ન કર્યા હતાં અને છેક સુધી તેમની સાથે રહ્યા હતાં. ૧૯૮૭માં કિશોર કુમારે ફિલ્મોમાંથી સન્યાસ લીધો હતો અને પોતાના ગામ ખંડવા જતાં રહેવાનો નિર્ણય લીધો હતો. ૧૩ ઓકટોબર ૧૯૮૭ના રોજ હૃદયરોગનો હુમલો આવતાં તેમણે આ ફાની દુનિયા છોડી દીધી હતી. (૧૪.૫)

(12:17 pm IST)