Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

એકશન ગર્લ બનવાની તક મળતાં ખુશ છે સંજના

સંજના સાંઘીએ આમ તો કારકિર્દીની શરૂઆત દસ વર્ષ પહેલા કરી દીધી હતી. પરંતુ તેને દિલ બેચારા ફિલ્‍મ પછી વધુ નામના મળી છે. ૨૦૧૧માં રોકસ્‍ટાર, એ પછી બાર બાર દેખો, હિન્‍દી મિડીયમ, ફુકરે રિટર્ન્‍સ કર્યા બાદ તે હાલમાં જ આદિત્‍ય રોય કપૂર સાથે રાષ્‍ટ્ર કવચ-ઓમમાં જોવા મળી છે. આ ફિલ્‍મમાં તેણે એક્‍શન પણ કરી છે. તેની વધુ બે ફિલ્‍મો ધક ધક અને મુંઝા આવી રહી છે. ઓમ ફિલ્‍મમાં આદિત્‍ય પણ અલગ જ રોલમાં જોવા મળ્‍યો છે. સંજનાએ પણ તેની સાથે બંદૂકો ધારણ કરીને શુટીંગ કર્યુ છે. સંજનાનો એક્‍શન અવતાર લોકોને ખુબ ગમ્‍યો છે. સંજનાએ કહ્યું હતું કે આ ફિલ્‍મના રોલ માટે તેણે મહિનાઓ સુધી સખત તાલિમ લીધી હતી. આદિત્‍યએ પણ પોતે આ ફિલ્‍મ કરીને અત્‍યંત ખુશ હોવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે દર્શકો મને એક્‍શન અવતારમાં પણ પસંદ કરશે તેવો વિશ્વાસ હતો. સંજનાએ કહ્યું હતું કે આ ફિલ્‍મે મને એક્‍શન ગર્લ બનવાની તક આપી છે. 

(10:31 am IST)