Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સંજય દત્તની પુત્રી ત્રિશાલાના બોયફ્રેન્ડનું અવશાન: સોશિયલ મીડિયા પર શેયર કરી ઈમોશનલ પોસ્ટ

મુંબઇ: સંજય દત્ત અને સ્વ. રિચા શર્માની પુત્રી ત્રિશાલાના બોયફ્રેન્ડનું નિધન થયું છે. ત્રિશાલાએ ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી હતી. ત્રિશલાએ એક ઇમોશનલ પોસ્ટ મુકીને આ વાત લોકો સુધી પહોંચાડી હતી. તેણે લખ્યું હતું કે, '' મારું દિલ તૂટી ગયું છે. મને પ્રેમ કરવા, મારી રક્ષા અને કાળજી રાખવા બદલ તારો આભાર. તે જ મને મારી જિંદગીની સૌથી ખુશ વ્યક્તિ બનાવી. મને તું મળ્યો એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. તું હંમેશા મારામાં રહીશ. હું તને બહુ પ્રેમ કરું છું અને  તું મને ફરી પાછો નહીં મળે ત્યાં સુધી કરતી રહીશ. હંમેશા તારી.''આ સાથે ત્રિશલાએ સ્પષ્ટતા કરી છે કે તેના બોયફ્રેન્ડનું અવસાન ૨ જુલાઇ મંગળવારના થયું છે. જોકે તેના બોયફ્રેન્ડના અવસાનના કારણ વિશે તેણે કોઇ ખુલાસો કર્યો નથી. ઉલ્લેખનીય છે કે, ત્રિશલા પોતાના નાના-નાની સાથે અમેરિકામાં રહે છે. તેણે થોડા મહિના પહેલા જ એક ઇટાલિયન યુકને ડેટ કરી રહી હોવાનું જણાવ્યું હતું. 

(5:03 pm IST)