Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

'ડ્રીમ ગર્લ'ની એકટ્રેસ રિંકૂ સિંહ નિકુંભનું કોરોનાથી નિધન

ફિલ્મ ડ્રીમ ગર્લ તેમજ ચિડિયાઘર અને બાલવીરમાં કરી ચૂકી છે કામ

મુંબઇ,તા. ૫: કોવિડ-૧૯ની બીજી લહેર હજી પણ કહેર વરસાવી રહી છે. જેણે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીને પણ ખૂબ ખરાબ રીતે પ્રભાવિત કરી છે. ઘણા સેલેબ્રિટી કોરોનાથી સંક્રમિત થઈ ચૂકયા છે તો કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે. હવે મળેલી માહિતી પ્રમાણે ફિલ્મ 'ડ્રીમ ગર્લ' અને ઘણી ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકેલી એકટ્રેસ રિંકૂ સિંહ નિકુંભનું નિધન થઈ ગયું છે. રિંકૂ સિંહ નિકુંભનું કોવિડ-૧૯ કોમ્પ્લિકેશનના કારણે નિધન થઈ ગયું છે.

રિંકૂ સિંહ નિકુંભ છેલ્લે વેબ શો હેલો ચાર્લીમાં જોવા મળી હતી. વ્હિસલિંગ વુડ્સથી પોસ્ટ ગ્રેજયુએટ કરનારી રિંકૂ સિંહ નિકુંભ ટીવી શો ચિડિયાઘર અને બાલવીરમાં પણ જોવા મળી હતી.

રિંકૂ સિંહ નિકુંભનાી બહેન ચંદા સિંહ નિકુંભે જણાવ્યું કે, ૨૫મેના રોજ એકટ્રેસનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે હોમ આઈસોલેશનમાં હતી. તેનો તાવ ઓછો નહોતો થઈ રહ્યો, તેથી કેટલાક દિવસો બાદ અમે હોસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય લીધો હતો. શરુઆતમાં તે કોવિડ-૧૯ વોર્ડમાં હતી. બીજા દિવસે તેને આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવી હતી. તે પોતાના નિધનના દિવસ સુધી આઈસીયૂમાં પણ ઠીક રહી હતી. પરંતુ તે આશા ગુમાવી રહી હતી અને તેને લાગ્યું હતું કે તે જીવિત નહી રહી શકે. તે અસ્થમાની પણ દર્દી હતી.

બહેનને યાદ કરતાં ચંદાએ કહ્યું કે, 'તે હંમેશા એનર્જીથી ભરેલી હતી અને ખુશીઓની વહેંચણી કરતી હતી. હોસ્પિટલમાં પણ જયારે તે સંઘર્ષ કરી રહી હતી ત્યારે અન્ય દર્દીઓને મદદ કરતી હતી. આ મોટી વાત છે'. જણાવી દઈએ કે, રિંકૂએ ૭ મેના રોજ કો-વેકિસનનો પહેલો ડોઝ લીધો હતો.

ચંદાએ જણાવ્યું કે, 'તે હાલમાં જ એક એડ શૂટ માટે ગોવા જવાનો વિચાર કરી રહી હતી. પરંતુ અમે તેને જવા ન દીધી કારણ કે અમે તેને કોવિડ-૧૯થી બચાવવા માગતા હતા. કોણ જાણતું હતું કે તે ઘર પર જ સંક્રમિત થઈ જશે'. ઉલ્લેખનીય છે કે, રિંકૂના પરિવારના અન્ય કેટલાક સભ્યોને પણ કોરોના થયો છે અને તમામ હજી સુધી ઠીક થયા નથી.

(11:24 am IST)
  • સાબરકાંઠાઃ યાત્રાધામ ખેડબ્રહ્માનુ અંબાજી મંદિર 12 જૂન સુધી દર્શનાર્થી માટે બંધ રહેશે : કોરોનાને કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય access_time 12:45 am IST

  • દિલ્હીનો નવો અનલોક પ્લાન ઘોષિત : ઓડ ઇવન પદ્ધતિથી સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી બજારો અને મોલ ખુલશે : જીવન જરૂરી ચીજો વેચતી દુકાનો રોજ ખુલ્લી રાખી શકાશે : 50 ટકા ક્ષમતા સાથે મેટ્રો ચાલશે : મુખ્યમંત્રી કેજરીવાલનું એલાન access_time 1:03 pm IST

  • ટ્વીટરનું એક વધુ પરાક્રમ : હવે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતના ટ્વીટર એકાઉન્ટ ઉપરથી બ્લુ ટીક હટાવ્યું : આ અગાઉ ઉપરાષ્ટ્રપતિના ટ્વીટર એકાઉન્ટ પરથી બ્લુ ટીક હટાવ્યું હતું જેની સામે ઉહાપોહ થતા ફરીથી પૂર્વવત કરાયું : કેન્દ્ર સરકાર અને સોશિઅલ મીડિયા ટ્વીટર વચ્ચે વધી રહેલો વિવાદ access_time 12:51 pm IST