Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

એ ખુબ જ મુશ્કેલી ભર્યુ હતું: ફાતિમા

અભિનેત્રી ફાતિમા સના શેખે આમિર ખાનની જેમ સોશિયલ મિડીયા પરથી હાલના તબક્કે વિરામ લઇ લીધો છે. દંગલ ફિલ્મથી રાતો રાત જાણીતી બનેલી ફાતિમાની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ અજીબ દાસ્તાંસનો તેનો રોલ વખાણાયો હતો. રિલેશનશીપને કારણે પણ ફાતિમા ચર્ચામાં રહી હતી. તે પોતાની અંગત જીંદગીની વાતો આમ તો કોઇ સાથે કરતી નથી. પરંતુ હાલમાં જ તેણે ભુતકાળની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે હું ખુબ જ ખરાબ રિલેશનશીપમાં રહી ચુકી છું. એ ખુબ જ મુશ્કેલી ભર્યુ હતું. આપણે કહેતાં હોઇએ છીએ કે આપણે આ કરી લઇશું, તે કરી લઇશું...પણ જ્યારે જ્યારે તમે કોઇ સાથે રિલેશનમાં હોવ ત્યારે એ નક્કી કરવું મુશ્કેલી ભર્યુ બની જાય છે કે તમે શું કરી શકશો. ખાસ કરીને જ્યારે તમે આર્થિક રીતે બીજા પર નિર્ભર હો. ફાતિમાની અગાઉ આવેલી લૂડો ફિલ્મનું તેનું પાત્ર પણ લોકોને ગમ્યું હતું. ફાતિમાએ કાસ્ટીંગ કાઉચનો ઉલ્લેખ કરીને પણ ચર્ચા જગાવી દીધી હતી. તેણે કહ્યું હતું કે અમુક નિર્દેશકની ડિમાન્ડ પુરી ન કરતાં મને કામ અપાયું નહોતું.

(10:40 am IST)
  • આજ સાંજ સુધીમાં દિલ્હીમાં ૨૦૯૬૦ નવા કેસ નોધાયા : ૧૯૨૦૯ સાજા થયા અને ૩૧૧ મૃત્યુ થયા access_time 6:31 pm IST

  • પોરબંદરમાં આજે ર૩ મૃતદેહને અન્‍નસંસ્‍કાર કરાયો હતો જેમાં ર કોરોનાનો સમાવેશ થાય છે access_time 11:23 pm IST

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે રાત્રે 8.30 કલાકે ફરી રાજ્યને સંબોધન કરશે. (ન્યૂઝફર્સ્ટ) access_time 7:41 pm IST