Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

સલમાનની સાથે વધુ એક ફિલ્મ મળતા જેકલીન ખુશ

કિક, રેસ-૩ બાદ પણ સલમાન સાથે જેક્લીન હશે : રેમો ડિસોઝાની ફિલ્મ રેસ-૩ને લઇ જેક્લીન ખુબ ખુશ

મુંબઇ,તા. ૫ : સલમાન ખાન અને જેક્લીન કિક ફિલ્મ બાદ ફરી એકવાર એક સાથે  આવી રહ્યા છે તેને લઇને કરોડો ચાહકો ભારે રોમાંચિત છે. જેક્લીન પોતે પણ ભારે ખુશ છે. રેસ-૩ ફિલ્મમાં શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. સલમાન ખાનની આ ફિલ્મનો ચાહકો ઉત્સાહપૂર્વક ઇન્તજાર કરી રહ્યા છે. ફિલ્મને હવે રજૂ કરવામાં આવનાર છે. આ વખતે બન્ને રેમો ડિસુઝાની ફિલ્મમાં કામ કરી રહ્યા છે. ફિલ્મનુ નામ રેસ-૩ રાખવામાં આવ્યા બાદ ઉત્સુકતા છે.  મળેલી માહિતી મુજબ સલમાનની સાથે જેક્લીન રેસ-૩ બાદ પણ એક ફિલ્મમાં કામ કરી રહી છે. આ  ફિલ્મમાં સલમાન ખાન એક એવા પતિની ભૂમિકા અદા કરનાર છે  જેની પત્નિનુ મોત થઇ ચુક્યુ છે અને તેની એક નવ વર્ષની પુત્રી પણ છે. જેક્લીન એક ટીચરની ભૂમિકામાં નજરે પડનાર છે. રેમો આ પહેલા ટાઇગરની સાથે જેક્લીનને ફ્લાઇંગ જાટમાં લઇ ચુક્યા છે. અલબત્ત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. રેમોએ કહ્યુ છે કે જેક્લીન ખુબ શાનદાર ડાન્સર છે. જેથી તે આ રોલ માટે બિલકુલ પરફેક્ટ છે. તે ડાન્સ ટીચર તરીકેની ભૂમિકામાં નજરે પડનાર છે. અમે પહેલા પણ સલમાન અને જેક્લીનની જોડીને એક સાથે નિહાળી ચુક્યા છીએ. હાલમાં સલમાન ખાન  અન્ય ફિલ્મને લઇને વ્યસ્ત છે.જેકલીનની જુડવા -૨ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી ચુકી છે. તે પહેલા  જેક્લીન સિદ્ધાર્થ મલહોત્રાની સાથે હાલમાં જેન્ટલમેન નામની ફિલ્મમાં નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તે સતત ફ્લોપ ફિલ્મો કરી રહી છે ત્યારે સલમાનની જોડી સાથે તેની કેરિયરમાં ફરી તેજી આવી શકે છે.  જેક્લીન અન્ય બે ફિલ્મો કરી રહી છે. જે રજૂ થવા માટે તૈયાર છે. રેસ-૩ ફિલ્મ બાદ સલમાન સાથે જેક્લીનની કઇ ફિલ્મ છે તેની ઉત્સુકતા વધી ગઇ છે.

(12:12 pm IST)