Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કદી તમે જોયું છે કે કોઇ સ્ત્રી કોઇ માણસ પાછળ પાગલ થાય? અને તે પણ પરિણિત પુરૂષ માટે

મને પૂછો ? છલકાયું રેખાનું દર્દ

મુંબઇ, તા.૫: રેખા આ વીકેન્ડ પર સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઈડલ ૧૨'માં સેલિબ્રિટી ગેસ્ટ બનીને આવી હતી. આ દરમિયાન સ્પર્ધકોએ રેખાની ફિલ્મના ગીતો ગાયા હતા. રેખાએ શોમાં ઘણું જ એન્જોય કર્યુ તું અને સ્પર્ધકોને પ્રોત્સાહન આપ્યું હતું. જોકે, સૌથી વધુ ચર્ચા રેખાના એ જવાબની રહી, જેમાં તેણે પરિણીત પુરુષને પ્રેમ કરતી મહિલાઓ પર વાત કરી હતી.

૩ એપ્રિલ, શનિવારના રોજ ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં હોસ્ટ જય ભાનુશાલી સો. મીડિયા યુઝર્સના નામથી શોની સ્પર્ધક સાયલી કાંબલેના પિતાની મજાક ઉડાવતો હતો. તેણે મજાકમાં રેખા તથા નેહા કક્કરને પુછયુ હતુ 'શું તમે કયારેય જોયું છે કે કોઈ મહિલા કોઇ પુરુષ માટે એ હંદે પાગલ થાય, તે પણ પરિણીત વ્યકિત માટે?

નેહા જવાબ આપે તે પહેલાં રેખાએ કહ્યું હતું, 'મને પૂછો ને?'આ સાંભળતા જ જય ભાનુશાલી સહિત તમામ લોકો રેખાની સામે જોવા લાગે છે, જોકે, પછી રેખા તરત જ કહે છે, 'હું કંઈ બોલી નથી.' આ સાંભળીને જય સહિત નેહા કક્કર, હિમેશ રેશમિયા, વિશાલ તથા સ્પર્ધકો હસવા લાગે છે.

રેખાનો આ જવાબ તેના ચાહકો તથા અમિતાભ બચ્ચનના સંબંધો સાથે જોડે છે. જયા બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ પણ રેખા તથા અમિતાભ વચ્ચે સંબંધો હતા. બંનેના સંબંધોની ચર્ચા આજે પણ મીડિયામાં થાય છે. રેખાએ ઘણીવાર આ અંગે વાત કરી છે. જોકે, અમિતાભે કયારેય રેખા સાથેના અફેર અંગે કંઈ જ કહ્યું નથી.

(2:53 pm IST)